Ticker

6/recent/ticker-posts

આખરે ભક્તોની થઈ જીત, હાઈકોર્ટે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને આપી શરતી મંજૂરી

  • હાઈકોર્ટે રથયાત્રા કાઢવા માટે આપી શરતી મંજૂરી
  • હાઈકોર્ટના નિર્ણથી ભક્તોમાં ખુશીની લહેર
  • વર્ષોથી ચાલી આવતી પરંપરા નહીં તૂટે
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવું પડશે પાલન

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. રથયાત્રાને લઈને ફરી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમા હાઈકોર્ટ રથયાત્રા કાઢવાની શરતી મંજૂરી આપી છે. નોંધનીય છે કે પુરીમાં રથયાત્રા કાઢવાની કોર્ટે શરતી મંજૂરી આપી છે. જેથી ભક્તોનું કહેવું હતું કે પુરીમાં મંજૂરી મળી છે તો અમદાવાદમાં પણ મંજૂરી આપવી જોઈએ. હાઈકોર્ટના નિર્ણય બાદ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે.


આ વખતે રથયાત્રામાં રથ ખલાસીઓ નહીં ખેચે

આ વખતે રથયાત્રામાં રથ ખલાસીઓ નહીં ખેચે પરંતુ ટ્રેકટર દ્વારા ખેંચવામાં આવશે. જેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આમ તો ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરાજજીના રથ જ્યારે નગરચર્યાએ નિકળે ત્યારે હજારો ભક્તો અને સાથે જ ખલાસીઓ ભગવાનના રથને ખેંચીવાનો લ્હાવો લેતા હોય છે. પરંતુ કોરાનાના કારણે આ વખત સ્થિતિ બદલાઈ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ કહ્યું હતું અમે તૈયાર છીએ

પૂરીમાં સુપ્રીમે રથયાત્રાને લીલીઝંડી આપ્યા બાદ ગુજરાતમાં પણ તૈયારીઓ પૂરી કરી લેવાઈ હતી. ભગવાન જગન્નાથની યાત્રા પણ નામદાર હાઈકોર્ટે જે નિર્ણય લે એ પ્રમાણે યાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર તૈયાર હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર હાઈકોર્ટ જે નિર્ણયો લે અનુસાર અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મક્કમ. મંદિર તંત્રે પણ આ બાબતે પૂર્ણ તૈયારી કરી લીધી હતી. ગુજરાત સરકારે આ બાબતે લીલીઝંડી આપી દીધી હતી. મંદિર અને પ્રશાસન સહિત પોલીસતંત્રએ રથયાત્રાને લઇને પૂરતી તૈયારી કરી લીધી છે.

રથયાત્રાને લઈ રાતના 9 વાગ્યાથી પુરી રહેશે સંપૂર્ણ બંધ

પુરીમાં રથયાત્રા મામલે મોટા સમાચાર આવ્યા છે. સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની બેંચે પુરી રથયાત્રાને શરતી મંજૂરી આપી છે.લોકોની ભીડ ભેગી ન કરવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે. જેને લઈ આવતી કાલે એટલે કે, 9 વાગ્યાથી લઈને બુધવાર બપોરના 2 વાગ્યા સુધી ઓડિશાના પુરી જિલ્લામાં સંપૂર્ણ શટડાઉન કરવાનો આદેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે દેશના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું માન રાખી મહામારીની વચ્ચે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે, જો કે, આ બાબતે તંત્ર, સરકાર અને સુરક્ષાજવાનોની ખરી પરીક્ષા થવાની છે.

ઓડિશાના એક પણ વિસ્તારમાં નહીં નીકળે રથયાત્રા

પુરીમાં રથયાત્રાને મંજૂરી પણ પુરી સિવાય ઓડિશાના એક પણ વિસ્તારમાં નહીં નીકળે રથયાત્રા અમને શંકરાચાર્યને સામેલ કરવાનો કોઈ ઉદેશ્ય દેખાતો નથી. રથયાત્રાનું સંચાલન રાજ્ય સરકાર અધિન જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય છે. ત્રણ સદસ્યોની આ ખંડપીઠમાં મુખ્ય ન્યાયધીશ જસ્ટીશ એસ.એ બોબડે. જસ્ટીશ એ. એસ બોપન્ના અને જસ્ટિશ દિનેશ મહેશ્વરી સામેલ હતા.

Post a Comment

0 Comments