Ticker

6/recent/ticker-posts

ગુજરાતમાં માત્ર આ જ જિલ્લામાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ, બાકીના બધા જિલ્લા હવે કોરોનાગ્રસ્ત જુઓ




ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 33 જિલ્લામાંથી 32 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી જૂનાગઢ જિલ્લો પણ કોરોનામુક્ત હતો, પરંતુ આજે કોરોનાના બે કેસો સામે આવતાં હવે ફક્ત અમરેલી જિલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. આજે ભેંસાણમાં બે કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે.

જોકે, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદરમાં હાલ, એક પણ કેસ પોઝિટિવ નથી, પરંતુ આ જિલ્લાઓમાં અગાઉ કોરોનાના કેસો આવી ચુક્યા છે. જ્યારે અમરેલી જિલ્લો હવે એક માત્ર એવો જિલ્લો રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. એટલે કે એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.

આજે ભેંસાણ CHC સેન્ટરની બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ DDO પ્રવીણ ચૌધરીએ ટેલીફોનીક માહિતી આપી છે. હાલ જૂનાગઢ ગ્રીન ઝોનમાં છે, ત્યારે બે કેસ આવતા તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 5804 કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 4076 કેસો નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં 319 લોકોના મોત થયા છે. જ્યારે 1195 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા કેસ નોંધાયા છે જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. આજે 153 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5804 પર પહોંચી છે અને મૃત્યુઆંક 319 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.

અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 259 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આણંદમાં -1, ભાવનગરમાં 21, બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, દાહોદ 6, ગાંધીનગર 7, જામનગર 3,પંચમહાલ 7,રાજકોટ 3, સુરત 20, વડોદરા 35, મહીસાગર 3, ખેડા 3 અને સાબરકાંઠા 2 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં મોત થયા છે. જેમાંથી 16નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 29 મોતમાંથી અમદાવાદમાં-26, સુરતમાં-1 અને વડોદરામાં 2 મોત થયા છે. કુલ મૃત્યુઆંક 319 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 5804 કોરોના કેસમાંથી 25દર્દી વેન્ટિલેટર પર છે અને 4265 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1195 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 84648 ટેસ્ટ થયા જેમાંથી 5804 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.