નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસથી લદ્દાખ બોર્ડર પરનો તણાવ હવે તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય સેનાએ તેમના એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, ગલવાન ખાડી પાસે ચીન સૈનિકો સાથેના સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. તેમાં એક કમાન્ડર ઓફિસર પણ સામેલ છે. આ સંઘર્ષમાં ચીનને પણ ઘણું નુકસાન થયું છે. બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે અને કૂટનીતિના સ્તર પર ઉકેલવાનો પ્રયત્ન છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે.
પીએમ મોદીએ કહ્યું જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના ચીન બોર્ડર પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, હું દેશને વિશ્વાસ અપાવું છું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૈનિકો મારતા મારતા શહીદ થયા છે. મુખ્યમંત્રીઓની સાથે બેઠકમાં શહીદ જવાનો માટે 2 મિનિટનું મૌન પર રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કોરોનાને કારણે એક જ દિવસમા ૨૦૦૩ મોત
સેનાના સુત્રોનું માનીએ તો ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ લેવલની વાત શરૂ થઈ ગઈ છે. ગલવાન ખાડીમાં જ બંને દેશોની વચ્ચે વાતચીત થઈ રહી છે. જેથી તાજેતરના તણાવભરી સ્થિતિને શાંત કરવામાં આવે.
પ્રધાનમંત્રીએ બોલાવી સર્વદળીય બેઠક
ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે ચાલી રહેલા તણાવ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 19મી જૂને સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દરેક પક્ષ પ્રમુખ આ બેઠકમાં જોડાશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રક્ષામંત્રી રાજનાથ સિંહનું પણ નિવેદન સામે આવ્યું છે.

20 જવાનો શહીદ થયા બાદ વિરોધ પક્ષો સરકારની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જો કે તમામ પક્ષોએ એકસૂરમાં ચીનની આ નાપાક હરકતની ટીકા કરી છે. આજે સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદીને આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : IPL ના રસીયાઓ માટે સારા સમાચાર
રાજનાથ સિંહનું નિવેદન
રાજનાથ સિંહે કહ્યું કે ગલવાનમાં સૈનિકોની શહાદત ખુબ દુ:ખદ અને પરેશાન કરનારી છે. જવાનોએ બહાદુરી દાખવતા પોતાની ફરજ નિભાવી અને શહીદ થયા. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે દેશ જવાનોની શહાદતને ક્યારેય ભૂલશે નહીં અને હું શહીદોના પરિવારની સાથે છું. મુશ્કેલ સમયમાં દેશ તેમની જોડે ખભેથી ખભો મેળવીને ઊભો છે. અમને ભારતીય સૈનિકોની બહાદુરી પર ગર્વ છે.

0 Comments