Ticker

6/recent/ticker-posts

બાબા રામદેવે લૉન્ચ કરી કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલ, કિંમત 545 રૂપિયા


 

નવી દિલ્હીઃ પતંજલી (Patanjali) સંસ્થાને કોરોના (Coronavirus)ની પહેલી આર્યુર્વેદિક દવા (Ayurvedic Medicine) બનાવવાનો દાવો કર્યો છે. યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)એ હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવા લૉન્ચ કરી. પતંજલીનો દાવો છે કે કોરોનિલ કોરોનાની સારવારમાં કારગર છે.

યોગગુરુ રામદેવે કહ્યું કે, કોરોનિલનું 280 કોરોનાના દર્દીઓ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દવાને સમગ્ર રિસર્ચની સાથે તૈયાર કરવામાં આવી છે અને તેના સારા પરિણામ આવી રહ્યા છે.

 
રામદેવે વધુમાં કહ્યું કે દેશ અને દુનિયા જે ક્ષણની પ્રતિક્ષા કરી રહી હતી, આજે તે આવી ગઈ છે. કોરોનાની પહેલી આર્યુર્વેદિક દવા કોરોનિલ તૈયાર થઈ ગઈ છે. આ દવાથી અમે કોરોનાની દરેક પ્રકારની જટિલતાને નિયંત્રિત કરી શક્યા છીએ.

યોગગુરુએ વિશેષમાં કહ્યું કે, આ  દવાથી ત્રણ દિવસની અંદર 69 ટકા દર્દી રિકવર થઈ ગયા. એટલે કે પોઝિટિવથી નેગેટિવ થઈ ગયા. બીજી તરફ, આ દવાના માધ્યમથી 7 દિવસમાં 100 ટકા દર્દી સાજા થઈ ગયા છે.

બીજી તરફ, પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, પતંજલિના તમામ વૈજ્ઞાનિકો, NIMS યુનિવર્સિટીના ડૉક્ટર અને તમામ ડૉક્ટરોને અભિનંદન. આપનો પ્રયાસ આજે સાકાર થઈ રહ્યો છે. આર્યુર્વેદ હવે પોતાના અતીતના વૈભવને પ્રાપ્ત કરી શક્તિ સંપન્ન બનશે. માનવતાની સેવામાં વિનમ્ર પ્રયાસ પૂરો થવાની ખુશી આપ સૌ સામે વ્યક્ત કરતાં અત્યંત હર્ષ અનુભવી રહ્યો છું.

કોરોનિલ કિટનો ભાવ

આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, કોરોનિલ કિટ 545 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ કિટ 30 દિવસ માટે છે. એપ દ્વારા કોરોના કિટની ડિલિવરી ઓર્ડર મળતાં બે કલાકમાં કરવામાં આવશે.

 
 
રામદેવે કહ્યું કે, અમારી દવાનો 100% રિકવરી રેટ છે અને ડેથ રેટ ઝીરો છે. ભલે લોકો હજુ અમારા આ દાવા પર પ્રશ્ન કરે, અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે તમામ વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે. યોગગુરુએ કહ્યું કે, આ દવાને બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં મુલેઠી, કાઢો સહિત અનેક ચીજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments