Ticker

6/recent/ticker-posts

ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ દગો / ગાલવન વેલીમાં વાતચીત દરમિયાન ચીનની આર્મીનો ભારતીય સેના પર હુમલો, કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ, સંખ્યા હજુ વધી શકે છે

  • ઘટના સોમવારે રાત્રે બની હતી જ્યારે ગાલવન વેલીમાં બન્ને દેશની આર્મી તણાવ દૂર કરવાના પ્રયાસોમાં હતી
  • ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે ચીનના 43 સૈનિકો આ ઘર્ષણમાં માર્યા ગયા છે

  • નવી દિલ્હી. ભારત-ચીનની બોર્ડર પર જે છેલ્લા 45 વર્ષમાં નહોતું થયું તે સોમવારે રાત્રે બની ગયું. બન્ને દેશોના જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત 20 સૈનિક શહીદ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બન્ને તરફથી કોઇ ફાયરિંગ થયું ન હતું. આ અથડામણ બે અણુબોમ્બ ધરાવતા દેશો વચ્ચે 14 હજાર ફુટની ઉંચાઇએ ગાલવન ઘાટીમાં બની હતી. ગાલવન ઘાટી એ જ વિસ્તાર છે જ્યાં 1962ના યુદ્ધમાં 33 ભારતીયોના મોત થયા હતા. બોર્ડર પર છેલ્લા 41 દિવસથી તણાવ હતો. તેને ઓછો કરવાના પ્રયત્નો થઇ રહ્યા હતા. 15 જૂનની સાંજે તણાવ વધી ગયો હતો. ભારતીય સેના વાતચીત કરવા ગઇ હતી ત્યારે અચાનક ચીનની આર્મીએ હુમલો કર્યો હતો. શહીદોની સંખ્યા હજુ વધી શકે તેવી શક્યતા છે.આ હુમલામાં16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ શહીદ થયા છે. તે સિવાયહવલદાર પાલાની અને સિપાહી કુંદન ઝાના નામ સામે આવ્યા છે. બાકી શહીદોના નામ હજુ જાહેર થયા નથી. ન્યૂઝ એજન્સી ANIએ એક રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી કહ્યું છે કે ચીનના 43 જવાન આ અથડામણમાં માર્યા ગયા છે.

  • 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ ચીનના સૈનિકો સાથેની હિંસક ઝપાઝપીમાં શહીદ થયા

  • ભારત-ચીન બોર્ડર પર 45 વર્ષ બાદ (1975 પછી) આવી પરિસ્થિતિ પેદા થઇ છે જ્યારે ભારતના જવાનો શહીદ થયા હોય. આ વખતે કોઇ ફાયરિંગ થયું નથી. સૈનિકો વચ્ચે પથ્થરમારો થયો હતો. લાઠીથી એકબીજા પર હુમલો થયો હતો. ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં ચીનના પણ 5સૈનિક માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. ચીનના સમાચારપત્ર ધ ગ્લોબલ ટાઇમ્સે આ માહિતીની ખાતરી કરી છે.

  • અપડેટ્સ.....

    • રિપોર્ટ્સ પ્રમાણે ગાલવન ઘાટીમાં અથડામણ બાદ ભારતના 32 જવાન ગુમ થઇ ગયા હતા. મોટાભાગના બેઝ પર પરત આવી ગયા છે પરંતુ ચાર હજુ ગુમ છે. આર્મી અથવા સરકાર દ્વારા આ મામલે કોઇ નિવેદન આપવામા આવ્યું નથી. અગાઉ એવાં રિપોર્ટ્સ હતા કે ગુમ થયેલા લોકો આર્મીના જવાન નહીં પરંતુ રોડ કન્સ્ટ્રક્શન વર્કર્સ છે. 
    • લશ્કરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને સવારે 7ઃ30 વાગે બેઠક યોજવાની ઓફર કરી. ત્યારબાદ મેજર જનરલ લેવલની વાતચીત ચાલી રહી છે.
    • રક્ષામંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ત્રણેય સેનાના ચીફ અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી. 
    • CDS બિપિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખ અને વિદેશ પ્રધાન જયશંકર સાથે લાંબી બેઠક બાદ રાજનાથ સિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે પહોંચ્યા. રાજનાથે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સેના વચ્ચેની ઝપાઝપી અંગે પ્રધાનમંત્રીને વાકેફ કર્યાં.
    • રક્ષામંત્રી અને વિદેશમંત્રી હવે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. 
    • આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ પઠાનકોટ મિલિટરી સ્ટેશનનો તેમનો પ્રવાસ રદ્દ કર્યો છે. 
    • સેના સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને સવારે 7.30 વાગ્યે બેઠકની રજૂઆત કરી હતી. ત્યારબાદ મેજર જનરલ લેવલની વાતચીત ચાલી રહી છે. 

    ચીને ભારત પર બોર્ડર ક્રોસ કરવાનો આરોપ લગાવ્યો
    ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ પ્રમાણે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત એકપક્ષીય કાર્યવાહી ન કરે, નહિંતર મુશ્કેલી વધશે. ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે બોર્ડર પર બન્ને દેશો વચ્ચે સમજૂતિ થઇ હતી પરંતુ ભારતના જવાનોએ તેનો ભંગ કરીને બોર્ડર ક્રોસ કરી હતી. ત્યારબાદ ચીનના સૈનિકો પર હુમલો કર્યો હતો. તેના લીધે હિંસક અથડામણ થઇ.

    આર્મીએ કહ્યું- સ્થિતિ કાબૂમાં રાખવા માટે બેઠક યોજાઈ રહી છે

    આર્મી તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે રાત્રે ગાલવન વેલીમાં ડી-એક્સ્કેલેશન પ્રોસેસ ચાલી રહી હતી તે સમયે હિંસા થઈ. અમારા એક અધિકારી અને બે જવાન શહિદ થયા છે. અત્યારે બન્ને દેશની સેનાના વરિષ્ઠ અધિકારીઓ તણાવ ઓછો કરવા માટે બેઠક યોજી રહ્યા છે. થોડી વાર બાદ સેનાએ ફરી નિવેદન આપ્યું અને કહ્યું કે હિંસક અથડામણમાં બન્ને દેશના સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.


    પૂર્વ DGMOએ કહ્યું- અથડામણને ગંભીરતાથી લેવી પડશે
    પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશ્ન્સ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) વિનોદ ભાટિયા જણાવે છે કે બન્ને તરફથી સૈનિકો વચ્ચે થયેલી આ હિંસક અથડામણ અને તેમાં એક કર્નલ અને બે જવાનોની શહીદી ગંભીર ચિંતાનો વિષય છે. બન્ને પક્ષોને સાથે બેસીને પરિસ્થિતિ કાબૂમાં લાવવી પડશે. આ હિંસક અથડામણ દર્શાવે છે કે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે. તેને સામાન્ય ગણવાની ભૂલ ન કરવી જોઇએ.

    1967માં પણ હિંસક અથડામણ થઇ હતી
    1962ના યુદ્ધ પછી 11 સપ્ટેમ્બર 1967ના સિક્કિમના નાથૂ-લામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 1967ના પણ અથડામણ થઇ હતી. ત્યારે ઓક્ટોબર 1967માં વિવાદ માંડ શમ્યો હતો. ચીને ત્યારે દાવો કર્યો હતો કે ભારતના 65 સૈનિક શહીદ થયા હતા. ચો લામાં થયેલી અથડામણમાં ભારતના 36 જવાન શહીદ થયા હતા. એક અનુમાન પ્રમાણે આ બધી અથડામણ દરમિયાન ચીનના 400 સૈનિકોના પણ મોત થયા હતા.

    45 વર્ષ પહેલા ચીન બોર્ડર પર ભારતના જવાન શહીદ થયા હતા
    20 ઓક્ટોબર 1975ના દિવસે અરુણાચલ પ્રદેશના તુલંગ લામાં અસમ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર એમ્બુશ કરીને હુમલો કરવામા આવ્યો હતો. તેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતા.

    મેથી તણાવ, જૂનમાં ચારવાર વાતચીત થઈ, તેમ છતાં હિંસા ભડકી
    બંને દેશો વચ્ચે 41 દિવસથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત 5મેથી થઈ છે. ત્યારપછી બંને દેશોની સેના વચ્ચે જૂનમાં જ ચાર વાર વાતચીત થઈ ચૂકી છે. વાતચીતમાં બંને દેશોની સેના વચ્ચે નક્કી થયું હતું કે સીમા પર વિવાદ ઓછો કરવામાં આવશે અથવા ડી-એક્સકેલેશન કરવામાં આવશે. ડી-એક્સકેલેશન અંર્તગત બંને દેશોની સેના વિવાદવાળા સ્થળેથી પાછળ ખસી રહી હતી.

    આર્મીએ કહ્યું- સ્થિતિ કંટ્રોલમાં કરવા મીટિંગ ચાલુ
    આર્મી તરફથી કહેવામાં આવ્યું છે કે, ગઈ કાલે એટલે કે સોમવારે રાતે ગાલવન વેલીમાં ડી-એક્સકેલેશન પ્રોસેસ ચાલતી હતી, પરંતુ ત્યારે જ હિંસા થઈ ગઈ. આપણાં એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે. અત્યારે બંને દેશોના ઓફિસર્સ હાલ સીમા પર તણાવ ઓછો કરવા માટે ઘટના સ્થળે જ મીટિંગ કરી રહ્યા છે.


  • 1967માં પણ આવી જ અથડામણ થઈ હતી
    11 સપ્ટેમ્બર1967ના રોજ સિક્કિમના નાથૂ-લામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 1967ના રોજ અથડામણ થઈ હતી. વિવાદ ઓક્ટોબર 1967માં અટક્યો હતો. ચીને ત્યારે દાવો કર્યો હતો કે નાથૂ લામાં ઝડપ દરમિયાન તેના 32 સૈનિકો શહીદ થયા હતા. સાથે જ ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. તો બીજી તરફ ચો લા અથડામણમાં ભારતના 36 જવાન શહીદ થયા હતા.

    ગયા મહિને ઝપાઝપી ક્યાં, કેવી રીતે અને ક્યારે થઈ

    1. તારીખ-5 મે, જગ્યા-પૂર્વ લદ્દાખનુંપેંગોગ સરોવર
    તે દિવસે સાંજે સમય આ સરોવરના ઉત્તરી કિનારે ફિંગર-5 વિસ્તારમાં ભારત-ચીનના આશરે 200 સૈનિક સામ સામે આવી ગયા. ભારતે ચીનના સૈનિકોની ઉપસ્થિતિ પર વાંધો ઉઠાવ્યો. સમગ્ર રાત ઝપાઝપીની સ્થિતિ જળવાઈ રહી. ત્યારપછીના દિવસે બન્ને સૈનિકો વચ્ચે તંગદિલી વધી. બાદમાં બન્ને દેશના અધિકારી વચ્ચે વાતચીત બાદ સ્થિતિ શાંત થઈ.

    2. તારીખ-સંભવતઃ9 મે, જગ્યા-ઉત્તર સિક્કીમમાં 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા નાકૂ લા સેક્ટર

    અહી ભારત-ચીનના 150 સૈનિક વચ્ચે તંગદિલી સર્જાઈ. સત્તાવાર રીતે તારીખ જાહેર નથી થઈ. જોકે, ધ હિન્દુના અહેવાલ પ્રમાણે અહીં 9 મેના રોજ તંગદિલી સર્જાઈ હતી. પેટ્રોલિંગ દળ એકબીજાની સામે આવી ગયા અને ઝપાઝપી કરી. તેમા 10 સૈનિકોને ઈજા થઈ. અહીં પણ અધિકારીઓએ સ્થિતિને શાંત કરી હતી.

    3. તારીખ-સંભવતઃ 9 મે, જગ્યા-લદ્દાખ
    જે દિવસે ઉત્તર સિક્કીમમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી તે દિવસ દરમિયાન ચીને લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ (LAC) પર તેના હેલિકોપ્ટર મોકલ્યા હતા. ચીનના હેલિકોપ્ટરે સરહદ પાર કરી ન હતી. પણ જવાબી કાર્યવાહીમાં ભારતે લેહ એરબેઝથી તેના સુખોઈ 30 MKI ફાઈટર પ્લેનનો કાફલો અને લડાકુ વિમાન રવાના કર્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રથમ ઘટના છે કે જ્યારે ભારતે ચીનને જવાબ આપ્યો હતો.


Post a Comment

0 Comments