![]() |
છેલ્લા બે વર્ષ થી રાજયમાં લોકાયુક્તનું પદ ખાલી હતું |
ગુજરાત લોકાયુક્ત્ એક્ટ PDF : Click Here
આ ઉપરાંત તેઓ એ એમ એન નાણાવટી લો કોલેજમાં લેક્ચરર તરીકે સેવાઓ આપી હતી. તેઓ વર્ષ 1994માં સિટી સિવિલ એને સેસન્સ કોર્ટમાં જજ બન્યા હતા. તેઓ 21 નવેમ્બર 2007 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ જજ બન્યા હતા. વર્ષ 2009માં તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જજ બન્યા અને 26 ડિસેમ્બર 2012ના રોજ નિવૃત થયા હતા
.
રાજયના પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટીશ ડી એચ શુકલાની નિમણુંક 26 જુલાઈ1988ના રોજ કરી હતી. તેમણે 25 જુલાઈ 1993 સુધી ફરજ બજાવી હતી. બીજા લોકાયુક્ત તરીકે જસ્ટીશ આઈ સી ભટ્ટની સરકારે માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 નવેમ્બર 1993ના રોજ કરી હતી. તેઓ 9 નવેમ્બર 1998 ના રોજ નિવૃત થયા હતા. ત્રીજા લોકાયુક્ત તરીકે એસ એમ સોનીની 25 નવેમ્બર 1998 ના રોજ નિમણુંક કરી હતી. જેમની મુદત 24 નવેમ્બર 2003ના રોજ પૂર્ણ થતા તેઓ નિવૃત થયા હતા.
ચોથા લોકાયુક્તની નિમણુંકને લઇ ખાસ્સો વિવાદ થવા પામ્યો હતો. ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલે રિટાયર્ડ જજ આર.એ.મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂંક કરી હતી. જેને લઇ ને વિવાદ થવા પામ્યોહતો . રાજ્ય સરકારે આ નિમણૂંકને ગેરવ્યાજબી ઠેરવ્યા બાદ સમગ્ર મામલાને ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લઇ ગઈ હતી. જોકે રાજય સરકારની સુપ્રીમ કોર્ટમાં પીછે હઠ હતી. સુપ્રીમ કોર્ટે રાજયપાલ દ્વારા કરાયેલ લોકાયુક્તની નિમણુંકને યોગ્ય ઠેરવી હતી. જોકે જસ્ટીશ આર એ મેહતાએ લોકાયુક્તનો ચાર્જ લેવાનું ટાળ્યું હતું. એક દાયકા બાદ રાજય સરકારે જસ્ટિસ ડી પી બુચની લોકાયુક્ત તરીકે નિમણુંક કરી હતી. તેઓએ 11 ડિસેમ્બર 2013થી 10 ડિસેમ્બર 2018 સુધી લોકાયુક્ત તરીકે સેવાઓ આપી હતી. છેલ્લા બે વર્ષ થી રાજયમાં લોકાયુક્ત પદ ખાલી હતું.

0 Comments