Ticker

6/recent/ticker-posts

ચૂંટણી પંચે આ નિયમમાં કર્યો મોટો ફેરફાર, હવે આ ઉંમરના લોકો પણ કરી શકશે આ પ્રકારે મતદાન

લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં હવે 65 વર્ષ સુધીની ઉંમર વાળા વૃદ્ધ લોકોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની મંજૂરી મળી છે. પહેલા આ સુવિધા 80 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના વૃદ્ધ લોકો માટે મળતી હતી.

બદલાયેલા આ નિયમનો સૌથી પહેલા લાભ બિહારના મતદારોને મળશે

દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર હોવા છતાં બિહાર એવુ રાજ્ય છે, જ્યાં વિધાનસભાની ચૂંટણી થશે. આ બદલાયેલા નિયમનો સૌથી પહેલા લાભ બિહારના મતદારોને મળશે.


આ અગાઉ 80 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરવાળા લોકોને મળતું હતું પોસ્ટલ બેલેટની સુવિધા

અહીં ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબર 2019ના રોજ ચૂંટણી નિયમાવલીમાં સંશોધન કરી શારીરિક અક્ષમતાના કારણે મતદાન કેન્દ્ર સુધી પહોચી નહીં શકતા 80 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરવાળા લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલટની સુવિધા આપવામાં આવતી હતી.


કોરોનાના કારણે સરકારે નિયમ બદલ્યો

કોરોના વાયરસથી વૃદ્ધ લોકોને વધારે ખતરો હોવાના કારણે સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. ગત 19 જૂનના રોજ જાહેર કરેલી નોટિસ અનુસાર 65 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર વાળા લોકોને આ સુવિધાનો લાભ મળશે. ચૂંટણી પંચની ભલામણ બાદ કોરોના પીડિત અથવા તેના જેવા લક્ષણો ધરાવતા મતદારોને પણ પોસ્ટલ બેલટથી મતદાન કરવાની સુવિધા મળશે.

Post a Comment

0 Comments