
જુલાઇ મહિનો શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. કેન્દ્ર સરકારથી લઇને બેન્ક સુધી અનેક નિયમોમાં ફેરફાર થતાં રહે છે. નવા નિયમ લાગુ કરવાના પણ દિવસ નક્કી છે. તેવામાં અમે તમારી સાથે કેટલીક આવી જાણકારીઓ શેર કરી રહ્યાં છે. આ તમામ નિયમ 1 જુલાઇથી બદલાઇ રહ્યાં છે.
આ બેન્કના ખાતા થઇ જશે ફ્રીઝ
બેન્ક ઑફ બરોડા (Bank Of Baroda)એ પોતાના તમામ ગ્રાહકોને એસએમએસ કરીને સૂચિત કરી દીધાં છે કે જલ્દી જ પોતાના ખાતાના KYC ઉપલબ્ધ કરાવે. બેન્ક 1 જુલાઇથી તે તમામ ખાતાને ફ્રીઝ કરી દેશે જેની જાણકારી બેન્ક પાસે નહી હોય. ગ્રાહક પોતાના KYC માટે આધાર કાર્ડ, પેન અને રાશનકાર્ડની કૉપી બેન્કમાં જમા કરાવી શકે છે.
PNB બચત ખાતામાં મળશે ઓછુ વ્યાજ
દેશની બીજી સૌથી મોટી બેન્ક પીએનબીએ બચત ખાતામાં આપવામાં આવતા વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઇથી તમામ બચત ખાતામાં મળતા વાર્ષિક વ્યાજ દરોમાં ઘટાડો થઇ રહ્યો છે. બેન્કે 0.50 ટકાના ઘટાડાનું એલાન કર્યુ છે. આગામી મહિનાથી ખાતાધારકોને જમા રૂપિયા પર 3.25 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળશે.
ATMમાં નહી મળે આ છૂટ
લોકડાઉન દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોઇપણ બેન્ક ATMમાંથી રૂપિયા ઉપાડવા પર લાગતો ખર્ચ હટાવી દીધો હતો. 1 જુલાઇથી તમામ એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર ફરીથી ચાર્જ લાગશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન 30 જૂન સુધી કોઇપણ એટીએમમાંથી 10 હજર રૂપિયા ઉપાડવા પર લાગતો ચાર્જ હટાવી દીધો હતો.
મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ દૂર
એક ખુશખબર એ છે કે 1 જુલાઇથી તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહી રાખવા પર લાગતો ચાર્જ હવે દૂર થઇ ગયો છે. એટલે કે તમે બેન્ક એકાઉન્ટમાં એક મિનિમમ રકમ રાખવા માટે મજબૂર નહી રહો.


0 Comments