Ticker

6/recent/ticker-posts

ભારતીય સેનાની સરહદે મોટી કાર્યવાહી, પાકિસ્તાનની 4 ચોકીઓ ઉડાવી, 3 થી 4 જવાન ઠાર માર્યા


ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં છેલ્લા 3 દિવસથી પાકિસ્તાની સૈના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો આજે ભારતીય સેનાએ આકરો જવાબ આપતા 3 થી 4 પાક. સૈનિકોને ઠાર માર્યા હતાં. આ કાર્યવાહીમાં અન્ય 5 પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

ભારતીય સૈન્યએ કરેલી એટલી તો આક્રમક હતી કે પાકિસ્તાની સેનાની 4 ચોકીઓના ફૂરચે ફૂરચા ઉડાડી દીધા હતાં. ભારતીય સેનાએ હંદવાડામાં થઈ રહેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનને સણસણતો જવાબ પણ આપ્યો છે.
હાલ દુનિયા આખી કોરોના વાયરસની દવાઓ અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું. નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ હરકતનો જવાબ તેની 4 ચોકીઓ તોડી પાડીને આપ્યો છે.
ગત મહિને કુપવાડા જીલ્લામાં રંગવાર ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 3 નાગરિકોના મોત નિપજ્યા હતાં. જ્યારે તે પહેલા પુંછ અને કઠુઆ જીલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની સેનાએ કોઈ જ પ્રકારની ઉશ્કેરણી વગર જ ગોળીબાર અને મોર્ટાર મારો કર્યો હતો. જેમાં 45 વર્ષીય ભારતીય મહિલાનું મોત નિપજ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બાલાકોટની સાથે મેંઢરમાં પણ અનેક કલાકો સુધી પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામનું  ઉલ્લંઘન કરવામાં આવ્યું ત્યાર બાદ ભારતીય સેનાએ કાર્યવાહી કરવી પડી હતી. આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 3 થી 4 જવાનો માર્યા ગયા છે જ્યારે અન્ય 5 જવાનો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ભારતીય સેનાએ મોર્ટાર દાગીને પાકિસ્તાન સૈન્યની 4 ચોકીઓના પણ ફૂરચા ઉડાડી દીધા છે.