Ticker

6/recent/ticker-posts

ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17નાં મોત

ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા


ઔરંગાબાદઃ મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મળતી માહિતી મુજબ દિવસભરના સફર બાદ તેઓ રાત્રે આરામ કરવા માટે ટ્રેક પર ઊંઘતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના માલગાડી પસાર થયા બાદ થઈ.
આ ઘટના પર સાઉથ સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ કહ્યું કે આ માલગાડીની ખાલી રેક હતી. આરપીએફ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. વધુ જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. એસપીએ દુર્ઘટના અંગે જણાવ્યું કે, મૃતકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થતો નથી.